વિદેશ મંત્રી જયશંકર 10 એપ્રિલથી યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે રવાના થશે
- વિદેશમંત્રી એસ જયશંકર આવતી કાલથી વિદેશ યાત્રા પક
- જયશંકર યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે જશે
દિલ્હીઃ- ભારતના વિદેશ મંત્રી એવા એસ જયશંકર આવતીકાલે 10 એપ્રિલના રોજ સોમવારથી યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસની મુલાકાતે જવા માટે રવાના થશે. આજરોજ રવિવારે આ માહિતી વિદેશ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવી છે.
એમઈએ એ આપેલી જાણકારી પ્રમાણે , વિદેશ મંત્રીની મુલાકાતનું પ્રથમ સ્થળ યુગાન્ડા હશે. મંત્રાલયે કહ્યું, “વિદેશ મંત્રી 10 થી 12 એપ્રિલ સુધી યુગાન્ડાની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ યુગાન્ડાના વિદેશ મંત્રી જનરલ જેજે ઓડોંગો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરે તેવી શક્યતા છે. તેઓ દેશના નેતૃત્વ અને અન્ય મંત્રીઓને પણ મળે તેવી શક્યતા છે.
ભારતના વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત હશે. MEA અનુસાર, મોઝામ્બિકમાં, જયશંકર દેશના ટોચના નેતૃત્વને મળવા ઉપરાંત વિદેશ પ્રધાન વેરોનિકા મેકામો સાથે સંયુક્ત આયોગની બેઠકના પાંચમા સત્રની સહ-અધ્યક્ષતા કરશે. મંત્રાલયે કહ્યું કે મોઝામ્બિકમાં જયશંકર ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરવા ઉપરાંત અન્ય કેટલાક મંત્રીઓ અને સંસદસભ્યોને પણ મળવાની સંભાવના છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર જિન્જા (યુગાન્ડા)માં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ટ્રાન્ઝિટ કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે.MEA એ માહિતી આપી હતી કે જયશંકરની મુલાકાત દરમિયાન ભારત અને યુગાન્ડા વચ્ચે NFSU ના પ્રથમ કેમ્પસની સ્થાપના માટે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર પણ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
મંત્રાલયના જણાવ્યાપ્રમાણે જયશંકર યુગાન્ડામાં સૌર ઉર્જા પર આધારિત પાણી પુરવઠા પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે. MEA એ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી યુગાન્ડાના વેપારી સમુદાયને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરશે. તે મુજબ વિદેશ મંત્રી 13 થી 15 એપ્રિલ દરમિયાન મોઝામ્બિકની મુલાકાત લેશે. ભારતના વિદેશ મંત્રીની મોઝામ્બિકની આ પ્રથમ મુલાકાત હશે.