વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયા બે દિવસીય મલાકાતે પહોંચ્યા – સંયુક્ત આયોગની બેઠકની કરશે સહ-અધ્યક્ષતા
દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર બે દિવસની તંજાનિયાની મુલાકાતે પહોંચી ચૂક્યા છે.વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે તંજાનિયાના ઝાંઝીબાર પહોંચ્યા હતા. જયશંકર ભારતીય નૌકાદળના જહાજ ત્રિશુલ પરના રિસેપ્શનમાં પણ હાજરી આપતા પણ જોવા મળશે.
અહીં પહોચ્યા બાદ વિદેશમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી તેમણે કહ્યું કે પર્યટન મંત્રી સિમાઈ સઈદ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમનું સ્વાગત કરવા બદલ તેમણે પ્રવાસન મંત્રીનો આભાર માન્યો હતો. જયશંકરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસના ઝાંઝીબાર કેમ્પસની સ્થાપના માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં પણ ભાગ લીધો હતો અને કહ્યું હતું કે તે વૈશ્વિક દક્ષિણમાં ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વધુ વિગત પ્રમાણે જયશંકર આજે સમગ્ર દિવસ સુધી ઝાંઝીબારની મુલાકાતે રહેશે. ઝાંઝીબારમાં, જયશંકર ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પાણી પુરવઠા પ્રોજેક્ટની મુલાકાત લેશે.
ત્યાર બાદ મંત્રી જયશંકર 7 થી 8 જુલાી સુધી તાન્ઝાનિયાના દાર-એસ-સલામ શહેરમાં 7 રહેશે. જ્યાં તેઓ તેમના સમકક્ષ સાથે 10મી ભારત-તાન્ઝાનિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. અહીં તેઓ ઘણા કેબિનેટ રેન્કના મંત્રીઓ સહિત દેશના ટોચના નેતૃત્વને મળશે.