- મંત્રી એસ જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે પહોચ્યા
- રશિયન વિદેશમંત્રી સાથે કરશે ચર્ચા
- યુક્રેન યુદ્ધ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે
દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર આજે રશિયાની રાજધાનિ મોસ્કો પહોચ્યા છે તેઓ અંહી બે દિવસની મુલાકાતે છે ત્યારકે તેમના સમકક્ષ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને ડેપ્યુટી પીએમ ડેનિસ માન્તુરોવ સાથે મુલાકાત કરવાના છે.
બન્ને દેશના નેતાઓ વત્ચેની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ જયશંકરની આ પ્રથમ મુલાકાત છે.ઉલ્લેખનીય ચે કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી તણાવ યૂક્ત માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ સ્થિત બાદ એસ જયશંકરની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ સાથે જ એમ પણ કહેવાઈ રહ્યું છે કે જયશંકરની રશિયાની મુલાકાત યુદ્ધ ખતમ કરવાના પગલા તરફનું એક પગલું હોઈ શકે છે. આ બાબતને લઈને જો કે ભારત તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ બાબતે રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જયશંકરની રાષ્ટ્રપતિ પુતિનને મળવાની હાલ કોઈ યોજના બનાવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત ફરી એકવાર સ્પષ્ટ રીતે રશિયન વિદેશ મંત્રીને ‘આજનો યુગ યુદ્ધનો નથી’ તે સંદેશ આપી શકે છે.