મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ વધ્યા,સીતા માતા સાથે સંપર્ક કર્યો અને લંકાને પણ આગ લગાવી.
વ્યૂહાત્મક ધીરજની વ્યાખ્યા સમજાવતા વિદેશ મંત્રીએ ભગવાન કૃષ્ણે શિશુપાલને ઘણી વખત માફ કર્યાનું ઉદાહરણ ટાંક્યું. તેણે કહ્યું કે કૃષ્ણે વચન આપ્યું હતું કે તે શિશુપાલની 100 ભૂલોને માફ કરશે, પરંતુ 100ના અંતે તે તેને મારી નાખશે.આ એક સારા નિર્ણય નિર્માતાના સૌથી મહત્વપૂર્ણ ગુણોમાંનો એક છે.
વિદેશ મંત્રીએ કુરુક્ષેત્રનો ઉલ્લેખ કર્યો જ્યાં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારત યુદ્ધ થયું હતું. તેમણે કહ્યું કે લોકો કહે છે કે આપણને ઈતિહાસ અને ધાર્મિક ગ્રંથોથી નવી દ્રષ્ટિ મળે છે, જો તમે તેમને કૂટનીતિના દૃષ્ટિકોણથી જુઓ તો તેઓ કઈ સ્થિતિમાં હતા, તેમને લક્ષ્ય આપવામાં આવ્યું હતું. તેણે તેને કેવી રીતે હેન્ડલ કર્યું.
હનુમાનજીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,હનુમાનજી પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપીને એટલા આગળ વધી ગયા કે તેઓ લક્ષ્યથી આગળ વધીને સીતાજીને મળ્યા અને લંકા પણ બાળી નાખી.