વિદેશ મંત્રી એસ.જયશંકરને મળી Z કેટેગરીની સુરક્ષા
દિલ્હી:ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરને Y કેટેગરી પછી હવે સરકાર દ્વારા Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જાણકારી અનુસાર તાજેતરની મિટિંગ દરમિયાન, કેન્દ્રીય મંત્રી માટે સંભવિત ધમકીઓ ફ્લેગ કરવામાં આવી હતી. જયશંકરની ‘Z’ શ્રેણીની સુરક્ષા માટે કુલ 36 સુરક્ષા ગાર્ડ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)) તૈનાત કરવામાં આવશે. વધુમાં, કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાને 12 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ, છ અંગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ), ત્રણ પાળીમાં 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો, પાળીમાં ત્રણ ચોકીદાર અને ત્રણ પ્રશિક્ષિત ડ્રાઇવરો ચોવીસ કલાક હાજર રહેશે. આ ઉપરાંત જરૂર પડ્યે પણ દિલ્હી પોલીસની પણ મદદ લેવામાં આવશે.
વિદેશમંત્રીની સુરક્ષામાં હવેથી હંમેશા 12 જવાનોને મુવમેન્ટ માટે સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. આ ઉપરાંત જ્યારે પણ તેઓ વિદેશમાં કોઈ બેઠક માટે જશે ત્યારે એમની સાથે આ સિક્યોરિટી સ્ટાફ રહેશે. Z સિક્યોરિટીમાં હથિયારોથી સજ્જ જવાનોનો સમાવેશ કરવામાં આવે છે.
જે જે તે મંત્રીઓની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડે છે. સીઆરપીએફ હાલમાં કુલ 176 લોકોને સિક્યોરિટી આપી રહ્યું છે. જેમાં અમિત શાહનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સમાવેશ થાય છે. સમગ્ર સિક્યોરિટીનો નિર્ણય દેશના ગૃહ વિભાગ નક્કી કરે છે.
ઉલ્લેખનીય છે કે રાજકીય વિશ્લેશકોના કહેવા પ્રમાણે ભારતની વધતી તાકાત અને વર્ચસ્વમાં પણ વિદેશમંત્રી એસ.જયશંકરની મહત્વની ભૂમિકા છે. ભારતની વિદેશનીતિ અત્યારે વિશ્વમાં વખણાય છે અને તેમાં વિદેશમંત્રી એસ.જયશંકરનું પણ મહત્વનું યોગદાન છે.