Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા – તેલની વધતી જતી કિંમતો સહીત અનેક મુદ્દે વાતચીત કરી

Social Share

દિલ્હીઃ- હાલ વિદેશ મંત્રી એસ જયશંકર વોશિંગ્ટનની 4 દિવસની સત્તાવાર મુલાકાતે પહોચ્યા છે. આ દરમિયાન વિતેલા દિવસને મંગળવારે તેઓ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

પ્રાપ્ત વિગત પ્રમાણે બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે તેલની વધતી કિંમતોથી લઈને રુસ-યુક્રેન યુદ્ધ સુધીના ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું, અમે તેલના ભાવથી ચિંતિત છીએ. તેલના ભાવ કમર તોડી રહ્યા છે. આ અમારા માટે મોટી ચિંતાનો વિષય છે. 

આ સાથે જ તેમણે વધુમાં વિદેશમંત્રી જયશંકરે આતંકવાદને લઈને તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા મજબૂત સહયોગની હું પ્રશંસા કરું છું.”આ દરમિયાન તેમણએ કહ્અયું હતું કે મારા રાજકીય સંકલન, મહત્વપૂર્ણ પ્રાદેશિક મુદ્દાઓ પર મૂલ્યાંકનનું આદાનપ્રદાન અને વૈશ્વિક પડકારો પર સહયોગ અંગે ચર્ચા કરી છે,અમે ખાસ કરીને યુક્રેન સંઘર્ષ અને ઈન્ડો-પેસિફિક પરિસ્થિતિ પર ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરી. 

વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે “હું અમેરિકા તરફ જોઉં છું જે પરંપરાગત જોડાણોથી આગળ વિચારીને ભારત સાથે જોડાણ કરવા માટે ખૂબ જ ખુલ્લું છે,”  ક્વાડ આજે સરસ કામ કરી રહ્યું છે, હવે નોંધપાત્ર રીતે વિકસ્યું છે. અમેરિકા સાથેના આગળના  સંબંધને લઈને આશાવાદી છું.તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાની ભાગીદારી વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ છે. તે દરેક વૈશ્વિક પડકારને સંબોધવા માટે મહત્વપૂર્ણ છે જેનો લોકો સામનો કરે છે.