Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે FCDOના કાયમી નાયબ સચિવ ફિલિપ બાર્ટન સાથે કરી મુલાકાત – વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હી-  વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને સોમવારના રોજ દિલ્હીમાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના પરમેનન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફિલિપ બાર્ટન સાથે મુલાકાત કરી હતી આ બબાતે તેમણએ ટ્વિટ કરીને જાણકારી પણ આપી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મંત્રી જ.યશંકરે આ મુલાકાતને લઈને ટ્વિટ કરીને કહ્યું છે કે   અમે 2030 ફ્રેમવર્ક હેઠળ વિકાસ, વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. બાર્ટને રીટ્વીટમાં જયશંકરનો આભાર પણ માન્યો હતો.ઉલ્લેખનીય છે કે FCDO ના ડેપ્યુટી પરમેનન્ટ સેક્રેટરી બનતા પહેલા, બાર્ટન ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર હતા.

બાર્ટને જવાબમાં ટ્વીટ કર્યું: “ડૉ. જયશંકરના ઉષ્માભર્યા શબ્દો બદલ આભાર. ભારતની G20 પ્રેસિડેન્સી પર ફરી એકવાર અભિનંદન. સૌથી મોટા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે UK તમારી સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.” ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) એ યુનાઇટેડ કિંગડમ સરકારનો એક વિભાગ છે

ઉલ્લેખનીય છે કે FCDOનું કાર્ય યુકે અને બ્રિટનના રાષ્ટ્રીય હિતોને આગળ ધપાવાનું, યુકેની સુરક્ષાનું રક્ષણ કરવાનું, વૈશ્વિક પડકારોનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સંપર્ક સાધવાનું અને વિશ્વમાં યુકેની પ્રતિષ્ઠા વધારવાનું છે.