Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ જયશંકરે યુગાન્ડાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,NAM નું અધ્યક્ષપદ સંભાળવા બદલ આપ્યા અભિનંદન

Social Share

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની સાથે તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન રાવકીતુરા ખાતેના તેમના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી. તેમણે NAMનું અધ્યક્ષપદ સંભાળવા બદલ દેશને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકની માહિતી વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને આપી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર પણ મંગળવારે તેમના યુગાન્ડાના સમકક્ષ જનરલ ઓડોંગો જેજેને મળ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને હવાઈ જોડાણ પર પણ વાતચીત થઈ હતી.

જયશંકરે ટ્વિટ કર્યું કે યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસેવેનીને રુવાકિતુરામાં તેમના ફાર્મમાં મળવાનો લહાવો મળ્યો. વેપાર અને રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, સંરક્ષણ, આરોગ્ય, ડિજિટલ અને કૃષિ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. યુગાન્ડાને NAMનું અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા અને સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય મંચોમાં અમારા મજબૂત સંકલનની પુષ્ટી કરી. યુગાન્ડાને 2022 થી 2025 ના સમયગાળા માટે આફ્રિકાથી બિન-જોડાણવાદી ચળવળની અધ્યક્ષતા માટે સમર્થન આપવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે ત્રણ દિવસની રાજદ્વારી મુલાકાતે યુગાન્ડા પહોંચ્યા હતા. વિદેશ મંત્રી જનરલ જેજે ઓડોંગો અને સંરક્ષણ અને ભૂતપૂર્વ સૈનિક બાબતોના મંત્રી વિન્સેન્ટ સેમ્પિઝાએ તેમનું સ્વાગત કર્યું. મુલાકાત દરમિયાન, જયશંકર તેમના યુગાન્ડાના સમકક્ષ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે.

મુલાકાત દરમિયાન, જયશંકર જિંજા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ટ્રાન્ઝિટ કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ભારત અને યુગાન્ડા વચ્ચે ભારતની બહાર NFSU ના પ્રથમ કેમ્પસની સ્થાપના માટે દ્વિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તે જ સમયે, જયશંકર યુગાન્ડામાં સૌર ઊર્જા સંચાલિત પાણી પુરવઠા પ્રોજેક્ટના શિલાન્યાસ

જયશંકર 13 થી 15 એપ્રિલ દરમિયાન મોઝામ્બિકની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના કોઈ વિદેશ મંત્રીની મોઝામ્બિક પ્રજાસત્તાકની આ પ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ મોઝામ્બિકના ટોચના નેતૃત્વને મળશે અને વિદેશમંત્રી વેરોનિકા મેકામો સાથે સંયુક્ત આયોગની બેઠકના 5મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી અન્ય કેટલાક મંત્રીઓ અને મોઝામ્બિકની વિધાનસભાના પ્રતિનિધિઓને મળવાની અપેક્ષા છે.