વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે કરી મુલાકાત -ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત
- મંત્રી એસ જયશંકરની સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે મુલાકાત
- ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત
દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહા કરી રહ્યું છે તેવી સ્થિતિમાં વિશ્વના અનેક દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે જી 7 દેશોએ પણ આ મામલે ભારતને સમર્થન આપ્યું છે ત્યારે હાલ ભારત જી 20ની અધ્યક્ષતાને લઈને વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતની જી 20ની અધ્યક્ષતાને લઈને સંયુકર્ત રાષ્ટ્રના વડા સાથએ વિદેશમંત્રી એસ જયશંકરે ખાસ ચર્ચા પણ રૃકરી છે.
વિતેલા દિવસને બુધવારના રોજ એસ જયશંકરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી અને ભારતના G20 અધ્યક્ષપદ દરમિયાન સાથે મળીને કામ કરવા અંગે વિચારોનું આદાનપ્રદાન પણ કર્યું.
A warm meeting with UN Secretary General @antonioguterres.
Valued his insights on UNSC reform and Ukraine conflict. Exchanged views on working together during India’s G20 Presidency. pic.twitter.com/ovpaHjRuQl
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 14, 2022
આ મામલે મંત્રી જયશંકરે ટ્વિટર પર ટ્વિટ પણ કર્યું છે અને તેમણે લખ્યું છે કે તેઓ UNSC સુધારણા અને યુક્રેન સંઘર્ષ પર UN ચીફના મંતવ્યોની કદર કરે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “યુએન સેક્રેટરી જનરલ @antonioguterres સાથે ઉષ્માભરી મુલાકાત. વિદેશ મંત્રી જયશંકરે બુધવારે, 14 ડિસેમ્બરે “સુધારિત બહુપક્ષીયતા માટે નવી દિશાઓ” વિષય પર ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરી. “સુધારિત બહુપક્ષીયવાદ માટે નવી દિશાઓ”
ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી એસ જયશંકર 14 અને 15 ડિસેમ્બરના રોજ યુએન સિક્યુરિટી કાઉન્સિલની ભારતની ચાલી રહેલી પ્રેસિડેન્સીની બે ઉચ્ચ-સ્તરીય મંત્રી સ્તરીય હસ્તાક્ષર કાર્યક્રમોની અધ્યક્ષતા માટે બે દિવસની મુલાકાત માટે મંગળવારે યુ.એસ. પહોચ્યા છે.