- વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના ભઆઈને મળ્યા
- પરસ્પર બન્ને દેશોના હિતના મુદ્દાઓને લઈને કરી ચર્ચા
દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને શુક્રવારના રોજ શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે અને તેમના નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષે સાથે ખાસ મુલાકાત કરી હતી ,આ મુલાકાત દરમિયાન પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ મુલાકાત વખતે કટોકટીના સમયમાં શ્રીલંકાને મદદ કરવાની પ્રતિબદ્ધતા બદલ રાજપક્ષે ભાઈઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો. ગોટાબાયા રાજપક્ષે ગયા વર્ષે જુલાઈમાં માલદીવ માટે દેશ છોડી ગયા હતા જ્યારે દેશ તેની સૌથી ગંભીર આર્થિક અને માનવીય સંકટનો સામનો કરી રહ્યો હતો.
આ મુલાકાત બાબતે જયશંકરે ટ્વીટ કર્યું, “આજે પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષેને મળ્યા. શ્રીલંકા સામેના વર્તમાન પડકારો અને જરૂરિયાતની આ ઘડીમાં ભારતના અડગ સમર્થન અંગે ચર્ચા કરી.”આ સાથે જ જયશંકર વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાને પણ મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી.
મહિન્દા રાજપક્ષે પણ મુલાકાતને લઈને ટ્વિટ કર્યું છે તેમણે કહ્યું કે, “ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે સફળ ચર્ચા કરી અને પરસ્પર હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.” “શ્રીલંકાને સંકટના સમયે મદદ કરવા અને શ્રીલંકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા બદલ આભાર.”