Site icon Revoi.in

કતરમાં જે નૌસેનાના અધિકારીઓને મોતની સજા સંભળાવાઈ તેમના પરિવારને મળ્યા વિદેશમંત્રી એસ જયશંકર

Social Share

દિલ્હીઃ તાજેતરમાં ભારતીય નૌસેના જે 8 અધિરાકીઓને કતર દેશમાં મોતની સજા ફટકારવામાં આવી છે આ બાબતે વિપક્ષે તાજેતરની સરકરા પર નિશાન સાઘ્યું છે ત્યારે હવે આ જે અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છએ તેમના પરિવાર સાથે વિદેશમંત્રી એસ જયશંકરે મુલાકાત કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મંત્રી  એસ. જયશંકરે આજે કતારમાં મૃત્યુદંડ પર મુકાયેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોના પરિવારજનોને મળ્યા હતા. જયશંકરે  આ મુલાકાતને લઈને કહ્યું કે ભારત “તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે.”

એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર  પોસ્ટ કરતા કહ્યું છે કે, “આજે સવારે કતારમાં અટકાતમાં  લેવાયેલા 8 ભારતીયોના પરિવારજનોને મળ્યા. ભારપૂર્વક જણાવ્યું કે સરકાર આ કેસને સૌથી વધુ મહત્વ આપે છે. પરિવારોની ચિંતાઓ અને પીડા શેર કરી. પરિવારો સાથે વાર્તાલાપ કર્યો. “એ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે “

કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકાર્યાના એક દિવસ પછી, ભારત ચુકાદા સામે અપીલ સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, કતાર કોર્ટના નિર્ણયની કોપી ભારતને હજુ સુધી મળી નથી. કોર્ટના નિર્ણય પર કતાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.જો કે ભારત સરકારે દાવો કર્યો છે કે તેઓને મોતની સજા ન મળે તે માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે.

 વિદેશ મંત્રી એસ જયશંકરે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. વિદેશ મંત્રીની તેમના પરિવારજનો સાથે મુલાકાત બાદ દેશના લોકોને આ લોકોની મુક્તિની આશા જાગી છે. આ કેસમાં કોર્ટના નિર્ણય પર કતાર તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે નિર્ણયની સંપૂર્ણ તપાસ બાદ ભારત તેના વિકલ્પો પર આગળ વધશે. સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે ભારત આ મામલાને રાજદ્વારી અથવા રાજકીય રીતે ઉકેલવા પર પણ વિચાર કરી શકે છે.