વિદેશમંત્રી એસ.જયશંકર રશિયાના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન સાથે વાતચીતની આપી સલાહ
દિલ્હી:વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે છે.મંગળવારે તેઓ મોસ્કોમાં તેમના સમકક્ષ સેર્ગેઈ લાવરોવને મળ્યા હતા.બંને નેતાઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ દરમિયાન જયશંકરે કહ્યું કે, આ વર્ષે અમે પાંચમી વખત મળી રહ્યા છીએ અને આ લાંબા ગાળાની ભાગીદારી એકબીજાને જે મહત્વ આપે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અહીં આવીને ખુશ છું. આ સંવાદ ચાલુ રહેશે. ફેબ્રુઆરીમાં યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી જયશંકર અને લાવરોવ ચાર વખત મળ્યા છે.જયશંકરે વધુમાં કહ્યું કે, અમારી સરકારો વિવિધ સ્તરે સતત સંપર્કમાં છે.
જયશંકરે કહ્યું, જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો સમય નથી. અમે યુક્રેન યુદ્ધના પરિણામો જોઈ રહ્યા છીએ. ભારતે વાતચીતમાં પાછા ફરવાની સલાહ આપી.
તેમણે વધુમાં કહ્યું,યુક્રેન સંઘર્ષની અસરોને હવે અમે જોઈ રહ્યા છીએ.આતંકવાદ અને આબોહવા પરિવર્તન પણ વર્ષભરના મુદ્દા છે, જે બંનેની પ્રગતિ અને સમૃદ્ધિ પર ભારે અસર પડે છે.વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી વાતચીત સમગ્ર વૈશ્વિક સ્થિતિ તેમજ ક્ષેત્રીય ચિંતાઓને સંબોધશે. ભારત અને રશિયા બહુધ્રુવીય અને અસંતુલિત વિશ્વમાં એકબીજા સાથે જોડાયેલા છે. અમારી વચ્ચેનો સંબંધ અસાધારણ રહ્યો છે. તે જ સમયે, યુદ્ધની શરૂઆતથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે.