- એસ જયશંકર આજથી સાયપ્રસ અને ઓસ્ટ્રિયાના પ્રવાસે
- 3 જાન્યુઆરી સુધી અહીની મુલાકાતે રહેશે
દિલ્હીઃ- વિદેશમંત્રી જયશંકર ભારતના હિત માટે સતત વિદેસના પ્રસાવે જતચા હોય છએ પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી હવે ભારતના વિદેશ સાથેના સંબંધો ખૂબ સારા બન્યા છે.ત્યારે ફરી આજરોજ 29 ડિસેમ્બરથી દે એસ જયશંકર3 જાન્યુઆરી સુધી સાયપ્રસ અને ઓસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે.
ઉલ્લેખની છે કે ભારત અને સાયપ્રસ વચ્ચે રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ છે.જેને લઈને મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે આ દરમિયાન, જયશંકર તેમના સાયપ્રિયોટ સમકક્ષ આયોનિસ કસોલિડ્સ સાથે બેઠક પણ યોજનાર છે. તે જ સમયે, ઓસ્ટ્રિયામાં, વિદેશ પ્રધાન જયશંકર યુરોપિયન અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રધાન એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળશે.
આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે કુવૈતના નવા વિદેશ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મંગળવારે શેખ સાલેમ અબ્દુલ્લા અલ જાબેર અલ સબાહને નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જયશંકરે ટ્વીટ કર્યું કે મને કુવૈતના વિદેશ મંત્રી શેખ સાલેમ અબ્દુલ્લા અલ જાબેર અલ સબાહ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. તેમની નિમણૂક બદલ તેમને અભિનંદન. દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.