ન્યુઝિલેન્ડના વિદેશમંત્રીને ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા ઝડપી બનાવા એસ.જયશંકરની ભલામણ
- ન્યૂઝિલેન્ડના વિદેશમંત્રીને એસ જયશંકરે કરી ભલામણ
- ક્હયું વિદ્યાર્થીઓના વિધાની પ્રક્રિયાને ઝડપી બનાવો
દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરે આજરોજ ગુરુવારે ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી નનૈયા માહુતા સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ભારતીય વિદ્યાર્થી વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ન્યુઝીલેન્ડ દ્વારા ઘડવામાં આવેલા કડક કોરોનાના નિતી નિયમોના પગલાંને કારણે ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે.ત્યારે તે વિઝાની પ્રક્રિયાને સરળ કરવાની વાત તેમણે કરી હતી.જયશંકર, જેઓ ન્યુઝીલેન્ડની તેમની પ્રથમ મુલાકાતે છે, તેઓ દેશના વિદેશ પ્રધાનને મળ્યા હતા ત્યારે આ બાબતે ચર્ચાઓ કરી હતી.
આ બાબતે વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું કે , ‘કોવિડને કારણે પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે વહેલી વિઝા પ્રક્રિયા કરવા વિનંતી કરી હતી.
વિદેશ મંત્રીએ વાટાઘાટો દરમિયાન ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સંઘર્ષ જેવી આંતરરાષ્ટ્રીય ચિંતાઓ પર વિચારોના આદાનપ્રદાનની પ્રશંસા કરી. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર અને કોમનવેલ્થ સહિત બહુપક્ષીય મંચો પર અમારી સાથે નજીકથી કામ કરવાનું મહત્વ અપાયું છે.
Warm and productive talks with New Zealand Foreign Minister @NanaiaMahuta this afternoon.
Two societies, respectful of tradition and culture are seeking to forge a more contemporary relationship. pic.twitter.com/8xdZLunxHF
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 6, 2022
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે , “આજે બપોરે ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી નાનાયા મહુતા સાથે ઉષ્માભરી અને ફળદાયી વાતચીત થઈ. પરંપરા અને સંસ્કૃતિનો આદર કરતા બે સમાજ વધુ સમકાલીન સંબંધ માટે પ્રયત્નશીલ છે.તેમણે એનમ પણ કહ્યું કે , ‘આ ત્યારે થશે જ્યારે આપણે બિઝનેસ, ટેક્નોલોજી, ડિજિટલ, એજ્યુકેશન, ટેલેન્ટ અને એગ્રીકલ્ચરમાં અમારી ક્ષમતા લગાવીશું. તેમણે કહ્યું કે અમે ક્લાઈમેટ ચેન્જ, મહામારી અને દરિયાઈ સુરક્ષા સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ કરી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, હોસ્પિટાલિટી, સાયન્સ, એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર સહિતના વિષયોની શ્રેણીમાં ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવનારા વિદેશી નાગરિકોની સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે.