- એસ જયશંકરે અમેરિકી મંત્રી એન્ટનિ બ્લિંકન સાથે ફોન પર વાત કરી
- બન્ને મંત્રીઓએ પરસ્પર એકબીજાના વિચાર રજૂ કર્યા
દિલ્હીઃ- વિદેશ સાથેના ભારતના વ્યવહારો તથા સંબંધોને વિસ્તારવા માટે દેશના વિદેશમંત્રી એસ જયશંકરનો આથાગ ફાળો રહ્યો છે તેઓ તેમના સમકક્ષ સાથે અનેક ચર્ચાઓ કરતા રહેતા હોય છએ ત્યારે આજ શ્રેણીમાં વિદેશમંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ તેમના સમકક્ષ અમેરિકી વિદેશ મંત્રી એન્ટનિ બ્લિંકન સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ વાતને લઈને જયશંકરે તેમના સત્તાવાર ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાત જણાવી હતી તેમણે કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોમાં સતત પ્રગતિ જોઈ છે.હંમેશની જેમ આજે સવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ઉષ્માભરી વાતચીત થઈ.
તેમણે ટ્વિટમાં આગળ કહ્યું કે અમારા વચ્ચે વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને અમારા દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિની નોંધ લીધી.”તે જ સમયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે બંને નેતાઓએ તાઈવાન ગલ્ફમાં તાજેતરના તણાવ અને સુદાનમાં હિંસા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આ બન્ને મંત્રીઓ એ માર્ચમાં એકબીજા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધની વૈશ્વિક અસરને ઘટાડવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. બ્લિંકન અને જયશંકરે નવી દિલ્હીમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન વાતચીત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કેવી રીતે ટેક્નોલોજી અને સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરી શકે છે અને ખોરાક, ઉર્જા અને આરોગ્ય સુરક્ષામાં વધારો કરી શકે છે તેની ચર્ચા કરવા માટે બ્લિંકન જયશંકરને મળ્યા હતા.