વિદેશમંત્રી એસ જયશંકર આવતીકાલે સાઉદીઅરબ જશે – PSSC ની પ્રથમ મંત્રીસ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે
- વિદેશમંત્રી એસ જયશંકર સાઉદી અરબની ત્રણ દિવસની મુલાકાતે જશે
- આવતી કાલે તેઓ સાઉદી જવા રવાના થશે
- PSSC ની પ્રથમ મંત્રીસ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે
દિલ્હીઃ- માનનિય શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશનું વડાપ્રધાનનું સ્થાન સંભાળ્યું છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો સુધ્રાય.ને અને વધુ ગાઢ તથા પરસ્પર મજબૂત બન્યા છે. વિદેશ સાથએ ભારત હવે કદમ મિલાવી રહ્યું છે દરેકક્ષેત્રમાં ભારત ટક્કર આપી રહ્યું છે ત્યારે હવે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે પણ ગાઢ સંબંધો જોવા મળે છે ત્યારે હવે આ સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવાના હેતુથી વિદેશ મંત્રી એસ જયશંકર આવતી કાલે 10 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા જવા રવાના થશે. વિદેશ મંત્રી 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાત લેશે.
ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જયશંકર અન્ય સાઉદી મહાનુભાવોને પણ મળશે. આ દરમિયાન તેઓ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના મહાસચિવ નાયફ ફલાહ મુબારક અલ-હજરાફને પણ મળશે. બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને તેને વધારવાની રીતો પર ચર્ચા કરશે.
વિદેશમંત્રી પોતાની આ મુલાકાત દરમિયાન તેમના સાઉદી સમકક્ષ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કાઉન્સિલ હેઠળ રાજનીતિ, સુરક્ષા, સામાજિક અને સાંસ્કૃતિક સહકાર પરની સમિતિની પ્રથમ મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે.આ મામલે વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે વિદેશ મંત્રી બન્યા બાદ એસ જયશંકરની સાઉદી અરેબિયાની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.
આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને PSSC સમિતિના ચાર સંયુક્ત કાર્યકારી જૂથો રાજકીય અને કોન્સ્યુલર હેઠળ પ્રગતિ અંગે ચર્ચા કરશે. આ સાથએ જ બંને પક્ષો સંયુક્ત રાષ્ટ્ર, G20 અને GCCમાં તેમના સહયોગ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, એમ તેણે જણાવ્યું હતું.