Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર આજે ન્યૂયોર્કની 4 દિવસીય યાત્રા માટે રવાના થશે- યુએનની બેઠકમાં લેશે ભાગ

Social Share

દિલ્હીઃ-હાલમાં અફઘાનિસ્તાનમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાની બેઠકના ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિદેશમંતેરી યએસ જયશંકર આજે સોમવારથી અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં જવા માટે રવાના થનાર છે. સુરક્ષા પરિષદના કાર્યક્રમોમાં આતંકવાદ પર ચર્ચામાં પણ કરવામાં આવનાર છે, આ સુરક્ષા પરિષદ ભારતની અધ્યક્ષતા હેઠળ આયોજીત કરવામાં આવી છે.

આ મામલે વિદેશ મંત્રાલયે વિતેલા દિવસને રવિવારે જાહેરાત કરી હતી કે એસ જયશંકર આ યુએનએસસીની બેઠકમાં શાંતિ જાળવણી પર ખુલ્લી ચર્ચાની પણ અધ્યક્ષતા કરશે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે તેમની આ મુલાકાત સામે આવી છે અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, યુએન સિક્યુરિટી કાઉન્સિલના ભારતના પ્રમુખપદ દરમિયાન વિદેશ મંત્રી ન્યૂયોર્કની મુલાકાત લેશે અને 18 અને 19 ઓગસ્ટના રોજ બે ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે.

મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 18 ઓગસ્ટના રોજ યોજાનારી પ્રથમ ઇવેન્ટમાં ‘પક્ષકોની રક્ષા: ટેકનોલોજી એન્ડ પીસ કીપિંગ’ પર ખુલ્લી ચર્ચા કરવામાં આવશે. 19 ઓગસ્ટના રોજ યોજાનારી બીજી ઇવેન્ટમાં ‘આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે જોખમ’ પર ઉચ્ચ સ્તરીય ચર્ચાકરાશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને વિષયો ભારત માટે પ્રાથમિકતા ધરાવે છે.