Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ.જયશંકર 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે

Social Share

નવી દિલ્લી: છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ તમામ દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે.

વિદેશ મંત્રી એસ જયશંકર 18 અને 19 ઓગસ્ટના રોજ શાંતિ જાળવણી અને આતંકવાદ વિરોધી બેઠકોની અધ્યક્ષતા કરશે. આ સાથે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરનાર દેશના પ્રથમ વડાપ્રધાન બનશે.

અફ્ઘાનિસ્તાનમાં પણ તાલિબાનનું વધતુ વર્ચસ્વ તમામ દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. લોકોને જીવવુ મુશ્કેલ બની ગયુ છે ત્યારે આતંકવાદને લઈને આ પ્રકારની મહત્વની બેઠક મોટા પાયે બદલાવ લાવી શકે તેમ છે. આ ઉપરાંત ચીનની વધતી તાકાત એ કેટલાક દરિયાના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

દરિયાઈ સુરક્ષાને લઈને કેટલીક સમસ્યાઓનો અનેક દેશોને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પીએમ મોદી 9 ઓગસ્ટના રોજ યુએનએસસીમાં દરિયાઈ સુરક્ષા પર ચર્ચાની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમની વર્ચ્યુઅલ અધ્યક્ષતા કરશે.
ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ 2021 ના રોજ ભારત એક મહિના માટે સુરક્ષા પરિષદના પ્રમુખ બન્યા હતા.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી દૂત ટીએસ તિરુમૂર્તિ સોમવારે પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થયા હતા.