- વિદેશ મંત્રી એસ જયશંકર આજે ડેનમાર્કની મુલાકાતે
- વિદેશ મંત્રી તેમના સમકક્ષ સાથે બેઠકમાં લેશે ભાગ
- બેઠકના ચોથા રાઉન્ડની સહ-અધ્યક્ષતા માટે તૈયાર
દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકર 4 સપ્ટેમ્બર એટલે કે આજે સેન્ટ્રલ યુરોપના તેમના ચાર દિવસના પ્રવાસના ભાગરૂપે નોર્ડિક દેશ ડેનમાર્કની મુલાકાત લેશે. જયશંકરે તેમની મુલાકાતના પહેલા બે દિવસ એટલે કે 2 અને 3 સપ્ટેમ્બરે સ્લોવેનિયા અને ક્રોએશિયાના બાલ્કન દેશોની મુલાકાત લીધી હતી અને યુરોપિયન યુનિયન સાથે ભારતના હિતોને આગળ વધારતા બંને દેશોના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકર મુલાકાતના ત્રીજા અને ચોથા દિવસે શનિવાર અને રવિવારે ડેનમાર્કમાં કાર્યક્રમ કરવાના છે, જ્યાં મંત્રી તેમના સમકક્ષ સાથે બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, જયશંકરની મધ્ય યુરોપની ચાર દિવસની યાત્રા આ ત્રણ મધ્ય યુરોપિયન દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડવાની છે. મંત્રી, તેમની મુલાકાત દરમિયાન, યુરોપિયન યુનિયન સાથે ભારતના “બહુપક્ષીય સંબંધો” ને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
ડેનમાર્કમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારત-ડેનિશ સંયુક્ત આયોગની બેઠકના ચોથા રાઉન્ડની સહ-અધ્યક્ષતા માટે તૈયાર છે, જે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન સ્થાપિત ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરવાની યોજના ધરાવે છે. જયશંકરે અગાઉ સ્લોવેનિયામાં ઇયુ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે અનૌપચારિક બેઠકમાં ભાગ લીધો હતો. આ સાથે, તેઓએ તેમના સમકક્ષો સાથે ‘પરસ્પર હિત’ ના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.