Site icon Revoi.in

વિદેશમંત્રી એસ.જયશંકરે પરસ્પરના હિતોને લઈને યૂએઈ રાષ્ટ્રપતિના સલાહકાર સાથે કરી ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને સોમવારના રોજ સંયુક્ત અરબ અમીરાના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહિનના સલાહકાર અનવર ગરગાશ સાથે પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.આ  બંને નેતાઓએ ગલ્ફ પ્રદેશો સિવાય અફઘાનિસ્તાન કટોકટી અંગે ચર્ચા કરી હોવાનું જણાવાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ અફઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનોનો આતંક જોવા મળી રહ્યો છે જેની સમગ્ર વિશ્વભરના દેશઓ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે ત્યારે આવી સ્થિતિ વિશ્વના દરેક દેશોએ સાથે આવવું જોઈએ.

આ હિત માટેની ચર્ચાને લઈને પોતે મંત્રી એસ જયશંકરે  ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે યુએઈના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકારનું સ્વાગત કરવું આનંદની વાત છે.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સતત પ્રગતિ કરી રહ્યા છે. વિદેશી રાજદ્વારીની ભારત મુલાકાત એવા સમયે આવી છે જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે અને  ત્યારથી જ ઘટનાઓ ઝડપથી બદલાઈ રહી છે.