Site icon Revoi.in

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે શરુ થયું ટ્વિટર હેન્ડલ -વિદેશ મંત્રાલયે 24 કલાક સેવા માટેના હેલ્પ લાઈન નંબર પણ જારી કર્યા 

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કેરાલા હુમલા બાદ ત્યા ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારેતાજેતરમાં, ભારતીયોને પાછા લાવવામાં મદદ કરવા માટે, વિદેશ મંત્રાલયે એક સત્તાવાર ટ્વિટર હેન્ડલ શરૂ કર્યું છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ટ્વિટર હેન્ડલને ઓપગંગા હેલ્પલાઈન નામ આપવામાં આવ્યું છે. ઓપરેશન ગંગા ખાસ કરીને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે રચાયેલ છે.વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

 

ભારતે પહેલેથી જ પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં 24-કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે ,કારણ કે આમ કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદમાંથી વહેલામાં વહેલી તકે બહાર કાઢી શકાય. ઉલ્લેખનીય છે કે યુક્રેનના  કેટલાક વિસ્તારોમાં હજુ પણ હજારો ભારતીયો ફસાયેલા છે. ત્યાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારત સરકારે 24 કલાક હેલ્પલાઇન શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર સતત પ્રયત્ન હેઠળ અત્યાર સુધી ઘણા ભારતીયોને ભારત દેશમાં પરત લાવવામાં સફળ રહી છે આજે વહેલી સવારે પણ 249 જેટલા યાત્રીઓ સાથએ એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી ખાતે આવી હતી ત્યારે હવેથી ગંગા મિશનમાં એર ઈન્ડિયોગની ફ્લાઈટને પણ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી હવે ભારતીયોને વતન પરત ફરવા માટે વધુ રાહ નહી જોવી પડે