Site icon Revoi.in

કોરોના સંકટ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ બાદ વધી ઠંડી

Social Share

દિલ્હી:કોરોના સંકટ વચ્ચે વર્ષ 2021ના અંતિમ દિવસોમાં ઠંડી ચરમસીમાએ છે અને ઘણી જગ્યાએ વધુ ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાન ખરાબ થઈ રહ્યું છે કારણ કે આ રાજ્યોમાં ઘણી જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે.વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે.

અગાઉ હવામાન વિભાગે દિવસ માટે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી હતી. જ્યારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત NCRના ઘણા વિસ્તારોમાં દિવસભર હળવો વરસાદ ચાલુ રહ્યો હતો.કેટલાક સ્થળોએ ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગએ આજથી વર્ષના અંતિમ દિવસ (29 થી 31 ડિસેમ્બરની વચ્ચે) ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં શીત લહેરની અસરને કારણે ઠંડી વધુ વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઘણા રાજ્યોમાં ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.વર્ષના છેલ્લા 4 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,મંગળવારે દિલ્હીનું ન્યુનતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.