- રાજ્યોમાં ફરીથી ઠંડીનો પ્રકોપ વર્તાશે
- હિમવર્ષા અને વરસાદની પણ સંભાવના
- પશ્વિમિ ખલેલના કારણે ઠંડીમાં થશે વધારો
દિલ્હી – દેશમાં ઘીમે ઘીમે ગરમી વધતાની સાથે જ ફરી એકવાર શિયાળોનો કહેર પાછો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 ફેબ્રુઆરીથી સક્રિય થનાર છે જેની અસર સમગ્ર રાજ્યોમાં વર્તાઈ રહી છે.
પશ્વિમી ખલેલના કારણે દેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ભારે વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. હવામાન વિભઆગની આગાહી પ્રમાણે પર્વતોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડી વધશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 થી 3 દિવસમાં ઠંડીમાં રાહત જોવા મળી હતી ત્યાર બાદ હવે આવતી કાલે 21મી ફેબ્રુઆરીથી પશ્વિમી ખલેલના કારણે ઠંડીનિં મોજુ ફરી જોવા મળશે, પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે તેની અસર મેદાની વિસ્તારોમાં પણ પડેલી જોઈ શકાશે.
દિલ્હી સહીત હરિયાણા,પંજાબમાં ફરી એક વખત ઠંડીનો પ્રકોપ વર્તાશે, ઇત્તર ભારતમામં બરફ વર્ષાના કારણે દેશના અનેક રાજ્યો ઠંડા બનશે તે સાથે જ કેટલાક વિસ્તારોમાં માવછાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
સાહિન-