- કેટલાક રાજ્યમાં પડી શકેછે વરસાદ
- તો ઉપરના રાજ્યોમાં ભીષણ લૂની સંભાવના
દેશભરમાં ગરમની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં હવામાન વિભારા આવનારા દિવસોમાં ભઆરે ગરમી સહિત લૂ ની સંભાવના વ્યક્ત કરી છે.હવામાને કરેલી આગાહી પ્રમાણે રાજસ્થાનમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધુ વધારો થવાની શક્યતા છે અને મંગળવાર એટલે કે આજથી રાજ્યના અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે.
રાજસ્થાન
જયપુર હવામાન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને ઝુંઝુનુ, ભરતપુર, ધૌલપુર, કરૌલી, બાડમેર, જોધપુર, શ્રીગંગાનગર, બિકાનેર, પાલી ચુરુ. અને જેસલમેરમાં, કેટલાક સ્થળોએ વાવાઝોડા અને ગરમીની લહેર સાથે ધૂળની આંધી થવાની સંભાવના છે.
દિલ્હી
દિલ્હીની સફદરજંગ વેધશાળામાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું અને આગામી બે-ત્રણ દિવસમાં ગરમીની લહેરના કારણે ગુરુવાર સુધીમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતાઓ સેવાઈ છે. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું.
Heat wave conditions over Gujarat state & east India during next 4-5 days, likely to commence over central and northwest India from 27th April, 2022. pic.twitter.com/EEBJNRbO6r
— India Meteorological Department (@Indiametdept) April 25, 2022
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપને કારણે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ ઉત્તર પશ્ચિમ ભારતમાં લાંબા સમય સુધી ચાલતા હીટવેવમાંથી થોડી રાહત લાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં ગરમીનું મોજું વધવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આગામી થોડા દિવસોમાં દિલ્હીના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં 28 એપ્રિલથી હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. દરમિયાન, સોમવારે હરિયાણા અને પંજાબના ઘણા ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને આ પ્રદેશમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. હવામાન વિભાગે આ માહિતી આપી છે.