રાજ્યભરમાં આવનાર 5 દિવસ સુધી ભીષણ ગરમીની આગાહી – તાપમાનનો પારો 45ને પાર પહોંચવાની શક્યતાઓ
- રાજ્યભરમાં ભારે ગરનીના આસાર
- તાપમાન 46 સુધી પહોચવાની શક્યતાઓ
અમદાવાદઃ- રાજ્યભરમાં આવનારા 5 દિવસ સુધી ભારે ગરમી પડવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે.હાલ પણ ઘણા જીલ્લાઓમાં ગરમીનો પારો 42ને પાર જોવા મળે જ છે.ત્યારે આવનારા 5 દિવસ ગુજરતાની જનતા માટે ભાગે રહેશે.
વિતેલા દિવસને મંગળવારની જો વાત કરીએ સાબરકાંઠાનું હિંમતનગર 45.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. તો વળી ફરીઆજે પણ હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
જો મેગાસિટી અમગદાવાદની વાત કરીએ તો 44 ડિગ્રી સાથે અમદાવાદ પણ ગરમ શહેર બન્યું છે. અમદાવાદ સહિત 3 મુખ્ય 3 શહેરોમાં 44, અન્ય ચાર શહેરોમાં મહત્તમ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છેઆજ રોજ આ તમામ શહેરોમાં તાપમાનનો પારો 45 સુધી પહોંચી શકે છે.
આ સાથે જ રાજ્યના 10 થી પમણ વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી નોંધાઈ રહ્યું છે જ્યા આવનારા 5 દિવસમાં 45 સુધી પહોચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.હાલની જો વાત કરીએ તો ગુજરાતમાં ગરમ અને સુકા પવનોના કારણે પ્રચંડ ગરમીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે,ઘરની બહાર નીકળતા ભારે લૂનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અસાની વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં માં અલર્ટ અપાયું છે.ત્યારે ઘણા રાજ્યો હાલ પણ ગરમીમામં તર઼પતા જોવા મળી રહ્યા છએ જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જ્યા આગાનમી દિવસોમાં ભારે ગરમી પડવાની ધારણા સેવાઈ છે