- દિલ્હીવાસીઓએ ગરમીમા તપવું પડશે
- 13 મે થી ભારે લુ લાગવાની ઘારણા
- હવામાન વિભાગે ગરમીની આગાહી કરી
દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમીએ તમામ રેક્રોડ તોડ્આ છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી ચાલી રહી છે આવી સ્થિતિમાં આગામી 13 મેથી ભારે લૂની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજ રોજ બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ સછે, આ સાથે જ ભેજવાળા પૂર્વીય પવનોને કારણે ગરમીની લહેર અને સૂકા પશ્ચિમી પવનો ફૂકરાવાની પણ ઘારણા છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે જો પૂર્વીય પવનો ન હોત તો તાપમાન 46-47 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હોતતીવ્ર ચક્રવાત અસનીની અસરને કારણે, પૂર્વીય પવનો ધીમો પડી જશે. એક પછી એક હળવો વરસાદ, વાવાઝોડાં અને જોરદાર પવનોએ ગયા અઠવાડિયે કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત આપી શકે છે.
આ સાથે જ આવા વિસ્તારોમાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. રવિવારથી, દિલ્હીમાં ફરી એકવાર આકરી ગરમીની આગાહી કરવામાં આવી હતી, જોકે ચક્રવાત આસાનીની અસરને કારણે પૂર્વીય પવનોએ રાષ્ટ્રીય રાજધાનીને આકરી ગરમીથી બચાવી હતી.
ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે શુક્રવારથી ભીષમ ગરમી પડવાની શક્યતા છે. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, “ચક્રવાત આસાનીના પ્રભાવને કારણે પ્રદેશમાં ફૂંકાતા પૂર્વીય પવનો પારાને નિયંત્રણમાં રાખી રહ્યા છે. આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં તાપમાનમાં તીવ્ર વધારો થશે નહીં, પરંતુ ભેજ વધવાને કારણે સમસ્યાઓ થઈ શકે છે.