ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ભીષણ ગરમીની આગાહી- ગરમીનો પારો 44ને પાર પહોંચવાની શક્યતાઓ
- ગુજરાતના 5 જીલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ જારી
- ગરમીનો પારો 44 ને પાર પહોંચે તેવી સંભાવના
અમદાવાદ – દેશભરમાં ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છે, ગરમીથી લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે આવી સ્થિતિમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ,ગાંઘીનગર ,રાજકોટ જેવા શહેરોમાં લોકો ભીષણ ગરમી સહન કરી રહ્યા છએ, બપોરના સમયે જાણે તડકામાં બહાર જતા પહેલા વિચાર કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં આ ગરમી વધશે તેવી હવામન વિભઆગ દ્રારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભઆગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફુકાય રહ્યા છે.ગરમ અને સૂકા પવનને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચુ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 25થી 28 એપ્રિલ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધીને 44ને પાર જઇ શકે છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં જ ગરમીનો પારો 44ને પાર થયો હોય તેવું એપ્રિલમાં છેલ્લા 10 વર્ષમાં બન્યું નથી.વિતેલા દિવસને શનિવારે અહીનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંઘીનગર અને રાજકોટ 42 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં 5 દિવસ હિટવેવથી લોકો પરેશાન થી શકે છે.આ સાથે જ કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડીગ્રી મહત્તમ તાપમાન વધશે.જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતને લઈને આ આગાહી કરાઈ છે આ સાથે જ સુરત, વલસાડ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઊંચો જશે