Site icon Revoi.in

આગામી બે દિવસ રાજ્યભરમાં પડી શકે છે ભીષણ ગરમી – હવામામ વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ- દેશભરમાં જ્યાં કેટલાક રાજ્યોમાં વરસાદ શરુ થી ગયો છે તો કેટલાક રાજ્યો આજે પણ ભારે ગરમીમાં તપી રહ્યા છે આવી સ્થિતિમાં ગુજરાતમાં ગરમીનો પારો વધ્યઓ છે આ સાથે જ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે ભારે ગરમીની આગાહી કરી છે

હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરાઈ છે. આ સાથે જ ઘણા શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોચવાની સંભાવના સેવાઈ રહી છે.

આવનારા  2 દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાતાવરમ ઠંડુ રહેવાની શક્યતાઓ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધશે કારણ કે  સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.3 જ્યારે વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. ત્યારે આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં કોી જ રાહત મળવાની શક્યતાઓ નથી