Site icon Revoi.in

નાના બાળકોની આંખમાં લગાવાતું કાજલ આરોગ્ય માટે હાનીકારકઃ તબીબોનો મત

Social Share

દાદી-નાનીના જમાનાથી બાળકોની આંખોમાં કાજલ એટલે કે મેસ લગાવવાની પરંપરા ચાલી આવે છે. સમયની સાથે સાથે કાજલ અને તેને લગાવવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયાં છે. પરંતુ આજના સમયમાં પણ અનેક પરિવારોમાં બાળકોની આંખોમાં કાજલ લગાવવાની પરંપરા યથાવત છે. એવી માન્યતા છે કે, કાજલ લગાવવાથી બાળકોને કોઈની નજર નથી લાગતી અને આંખો મોટી થાય છે. જો કે, તબીબોનું માનીએ તો આંખોમાં કાજલ લગાવવાથી નવજાત બાળકને નુકશાન થાય છે.

કાજલ બનાવવામાં 50 ટકાથી વધારે લીડનો ઉપયોગ થાય છે. જે શરીર માટે હાનિકારક તત્વ છે. તે કિડની, બોનમેરો અને શરીરના અન્ય અંગોને અસર કરી શકે છે. જો લોહીમાં લીડનું સ્તર વધી જાય તો વ્યક્તિ કોમામાં પણ સરી પડે છે. નાના બાળકોનું શરીર વિકસીત થઈ રહ્યું હોય ત્યારે લીડના સંપર્કમાં આવવાથી બાળકના આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. ઘરમાં બનેલુ કાજલ પ્રાકૃતિક હોવાથી તેનો ઉપયોગ ફાયદાકારક હોવાનું અનેક લોકો માને છે. જો કે, તબીબોનું માનીએ તો ઘરે બનાવેલુ કાજલ પણ બાળકોને નુકસાનકર્તા છે.

નાના બાળકોની આંખો અને આંગળી ઉપર કાજલ લગાવવામાં આવે છે. જેથી નાના બાળકોની આંખોમાં સંક્રમણ થવાનો ભય રહેલો છે. તબીબોના મતે કાલજ આંખમાં લગાવવાથી આંખો મોટી થતી નથી. તેમજ ઘરે બનાવેલુ કાજલ માર્કેટમાં મળતા કાજલ કરતા વધારે સુરક્ષિત છે. પરંતુ કાજલમાં હાજર કાર્બનથી બાળકોની આંખોમાં ચેપ લાગવાનો ભય રહેલો છે. સામાન્ય રીતે નાના બાળકો દિવસના 18થી 19 કલાક સુધી સુતેલા રહે છે. જેથી કાજલ લગાવવાથી બાળકો વધારે સૂઈ જાય છે તેવી માન્યતા ખોટી હોવાનું તબીબો માની રહ્યાં છે.