Site icon Revoi.in

વિશ્વના ટોપ 10 ધનિકોની યાદીમાં ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ ત્રીજા સ્થાને- સંપત્તી 100 અરબ ડોલરને પાર

Social Share

સમગ્ર વિશ્વમાં જો સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો ફેસબુકનો વ્યાપ ખુબ પ્રમાણમાં જોવા મળે છે, ખુબ જ નાની વયે ફેસબુકના સીઈઓએ પોતોનું નામ વિશ્વમાં મજબુત બનાવ્યું છે, ફેસબુકના શેરમાં ગુરુવારના રોજ 2.4 ટકા સુધીની તેજી જોવા મળી હતી જેના કારણે એક જ દિવસમાં કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગનું નેટવર્થ 2.3 અરબ ડોલર વધ્યું હતું અને તેઓ ટોપ 10 ઘનવાનના લિસ્ટામાં ત્રીજા સ્થાન પર પહોંચી ચૂક્યા છે,યુએસ શેરબજાર વોલ સ્ટ્રીટમાં તેજીને કારણે ફેસબુકના શેરમાં પણ વધારો થયો છે અને તેના કારણે ઝુકરબર્ગની નેટવર્થમાં વધારો નોંધાયો છે.

વિશ્વના ત્રીજા નંબરના અમીર બન્યા ઝુકરબર્ગ

શેરબજારમાં આવેલી તેજીના કારણે ઝુકરબર્ગ ફરી એકવાર વિશ્વના ટોપ 10 સમૃદ્ધોની યાદીમાં સમાવેશ પામ્યા છે. તેઓ વિશ્વના ટોચના 10 ધનિકની યાદીમાં ત્રીજા સ્થાને આવી રહોંચ્યા છે. તેમના ઉપર હવે માત્ર એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ 194 અબજ ડોલર અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 122 અબજ ડોલર સાથે છે.આ બન્ને હસ્તીઓ બાદ ત્રીજુ સ્થાન હવે ઝુકરબર્ગનું છે

જો કે આ પ્રથમવાર નથી બન્યું કે જ્યારે માર્ક ઝુકરબર્ગની સંપત્તી 100 અરબ ડોલરને પાર પહોંચી છે, આ પહેલા પણ વિતેલી 7 ઓગસ્ટના રોજ ફેસબુક શેરનો રેકોર્ડ ઉચ્ચ લેવલે પહોચ્યો હતો ત્યારે પણ ઝુકરબર્ગની સંપત્તીએ 100 અરબ ડોલરને વટાવી હતી.

એલન મસ્ક આ યાદીમાં ચોથા ક્રમે

ઉલ્લેખનીય છે કે ઝુકરબર્ગએ ટેસ્લા અને SpaceX ના સીઈઓને એલન મસ્કને પાછળ છોડીને તેઓને ચોથા સ્થાને પહોંચાડ્યા છે, જો કે એલનની સંપત્તીમાં પણ છેલ્લા ધણા દિવસોથી તેજી જોવા મળતા 100 અરબ ડોલરને પાર કરવાની શક્યતાઓ છે.

બ્લૂમબર્ગ બિલિયનરી ઇન્ડેક્સ મુજબ, મસ્કનું નેટવર્ક અંદાજે 95 અબજ ડોલરનું છે અને તેમની સંપત્તિ એક જ દિવસમાં 5.18 અરબ ડોલર સુધી વધી છે. કોરોના મહામારીના સમયમાં જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થામાં મંદીનો માહોલ છે, ત્યારે મસ્કની સંપત્તિમાં આ વર્ષે લગભગ 67.6 અરબ ડોલરનો વધારો થયો છે.

સાહીન-