- ફેસબૂકની સીઈઓ શેરિલે આપ્યું રાજીનામું
- નથી જણાવ્યું આમ કરવા પાછળનું કોઈ કારણ
દિલ્હીઃ-વિશવભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપક યૂઝ થી રહ્યો છે તેમાં ફેસબૂક પમ મોખરે આવે છે ત્યારે હવે ફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સીઓઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ બુધવારે આ બાબતની પૃષ્ટિ કરી છે જોકે, શેરીલે કંપની છોડવાનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી.
સેન્ડબર્ગે રાજીનામા વિશે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આગળ જતા સમાજ માટે પરોપકારી કાર્યો કરવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.. શેરીલે ફેસબુક14 વર્ષ કામ કર્યું છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સેન્ડબર્ગે લખ્યું, તે શરૂઆતના દિવસોથી સોશિયલ મીડિયા પર થનારી ચર્ચા શરુાતના દિવસોથી લઈને અત્યારે ઘણી બદલાઈ ગઈ છે. આ બધું કહેવું મારા માટે હંમેશા સહેલું રહ્યું નથી
પરંતુ આ કામ અઘરું હોવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. અમારું ઉત્પાદિત ઉત્પાદન લોકોના વિશાળ સમૂહ પર અસર કરે છે. એટલા માટે અમારી જવાબદારી છે કે અમે તેને એવી રીતે બનાવીએ કે તે લોકોની ગોપનીયતા અને ગોપનીયતાનું રક્ષણ કરે, તેમને સુરક્ષિત રાખે. જો કે, અન્ય ફેસબુક પોસ્ટમાં, મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે સેન્ડબર્ગ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપવાનું ચાલુ રાખશે.
આ સાથે જ કંપનીના ચીફ ગ્રોથ ઓફિસર જેવિયર ઓલિવાન હવે આગામી સીઓઓ તરીકે ફરબ બજાશે. પરંતુ જેવિયરની ભૂમિકા શેરીલે કંપની માટે અત્યાર સુધી જે કર્યું છે તેનાથી અલગ હશે. ઝુકરબર્ગે પોતે કહ્યું હતું કે ઝેવિયરની ભૂમિકા વધુ પરંપરાગત સીઓઓની હશે.