વિશ્વમાં iPhoneનો ઉપયોગ કરનાર લોકોને વર્ગ પણ મોટો છે, જે રીતે લોકોને એન્ડ્રોઈડમાં સુવિધાઓ મળી રહે છે તે રીતે iPhone યુઝર્સ પણ આશા રાખે છે કે તેમને પણ એ પ્રકારની સુવિધાઓ મળી રહે, આવામાં ફેસબુક દ્વારા iPhone યુઝર્સને ઝટકો આપવામાં આવ્યો છે.
વાત એવી છે કે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફેસબુક ડાર્ક મોડમાં ખામી અંગે ફરિયાદ કરી છે પણ હવે ફેસબુકના ડાર્ક મોડ ફીચરે iPhone પર કામ કરવાનું બંધ કરી દીધું છે. આઇફોન પર ફેસબુક ડાર્ક મોડે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે.
રિપોર્ટ્સ અનુસાર, આ સમસ્યા એવા iPhone યુઝર્સને આવી રહી છે જેમણે ફેસબુકની iOS એપને વર્ઝન 379.0 પર અપડેટ કરી છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે કંપની Facebook ડાર્ક મોડની ખામીને કેટલા સમય સુધી દૂર કરશે. ત્યારે આ ખામી વિશે ફેસબુક તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પણ iPhone યૂઝર્સ ફેસબુકનો ઉપયોગ ડાર્ક મોડમાં કરવા માંગે છે, ત્યારે એપ તરત જ બ્રાઈટ મોડ પર સ્વિચ કરે છે.