Site icon Revoi.in

હવે ફેસબુક પર પણ તમારું ટેલેન્ટ, ફેસબુકની નવી સર્વિસ ભારતમાં લોન્ચ

Social Share

અમદાવાદ: સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક એ તેના પ્લેટફોર્મ પર મ્યુઝીકનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી સાથે જોડાણ કર્યું છે. આ અંતર્ગત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આઈપીઆરએસ સાથે જોડાયેલા હજારો ગીત-સંગીત અને ધૂનનો ઉપયોગ વીડિયો સ્ટોરી અથવા મ્યુઝીક સ્ટીકરો જેવી પ્રવૃત્તિ તરીકે કરી શકશે. આઈપીઆરએસે એક નિવેદનમાં કહ્યું છે કે ફેસબુક સાથેની ભાગીદારી લાઇસન્સ અને રોયલ્ટીની અવધિને પૂર્ણ કરે છે.

એવામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યુઝર્સ તેનાથી સંબંધિત ગીતોનો ઉપયોગ કરશે, તો આઈપીઆરએસને રોયલ્ટી વગેરે મળશે. આ સિવાય આઈપીઆરએસ સાથે જોડાયેલા કલાકારો અને સભ્યો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના લાખો યુઝર્સમાં તેમની પ્રતિભા અને સર્જન ફેલાવવામાં મદદ કરશે

આઈપીઆરએસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાકેશ નિગમે કહ્યું કે આ ભાગીદારી આઇપીઆરએસ અને ફેસબુક બંનેના સભ્યો માટે ફાયદાકારક છે.ફેસબુક ઈન્ડિયાના ડિરેક્ટર અને ભાગીદારીના વડા મનીષ ચોપડાએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકોની સર્જનાત્મકતાને બહાર લાવવા માટે સંગીતની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

ફેસબુકે હાલમાં ભારતમાં નવું ફીચર ફેસબુક અવતાર રજૂ કર્યું છે. સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ પહેલા તેને ફક્ત યુકે અને અન્ય દેશો માટે જ શરૂ કરી હતી, પરંતુ હવે ભારતીય યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે. યુઝર્સ તેમાં પોતાનું કસ્ટમ કાર્ટૂન વર્ઝન બનાવી શકે છે. તે દેખાવમાં બિલકુલ એપલના મેમોજી સ્ટીકર જેવું જ લાગે છે. ફેસબુકના અવતારમાં ઘણા કસ્ટમાઇઝેશન છે, જેમાં વિવિધ પ્રકારના ફેસ, હેરસ્ટાઇલ અને કપડાં હાજર છે.

(Devanshi)