Site icon Revoi.in

આઈટી કાયદા હેઠળ ફેસબુકે 1 કરોડ 93 લાખ વાંધાજનક પોસ્ટ હટાવી,ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પણ બન્યુ સાવધાન- મેટાનો રિપોર્ટ

Social Share

દિલ્હીઃ- દેશમાં જ્યારથી આઈટી કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી સોષિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ રહ્યું છે અને વાંઘાજનક પોસ્ટને હટાવવાનું બદાણ આપવામાં આવે છે ત્યારે  હવે ફએસબુક ,ગૂગલ અને ઈન્સટાગ્રામએ દેશમાં વાંધાજનક સામગ્રી સામે કડક કાર્યવાહી કરી છે.

આ મામલે સોશિયલ મીડિયા કંપની મેટાએ કહ્યું છે કે ડિસેમ્બરમાં ફેસબુકે 13 કેટેગરીમાં 1 કરોડ 93 લાખથી વધુ વાંધાજનક પોસ્ટને હટાવી દીધી છે. કંપનીના માસિક અનુપાલન રિપોર્ટમાં જણાવાયું છે કે ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી 12 શ્રેણીઓમાં 24 લાખ જેટલી વાંધાજનક સામગ્રી દૂર કરવામાં આવી છે.

શું હોય છે અનુપાલન રિપોર્ટ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો મુજબ, મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સ કે જેના 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે એ દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે. આ રિપોર્ટમાં વાંધાજનક સામગ્રી અને તેના પર લેવાયેલી કાર્યવાહી અંગે મળેલી ફરિયાદોની વિગતો છે. આ રિપોર્ટમાં ઓટોમેટેડ સર્વેલન્સ દ્વારા દૂર કરવામાં આવેલી વાંધાજનક સામગ્રીની વિગતો પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ફેસબુકને ભારતીય ફરિયાદ સિસ્ટમ દ્વારા 531 ફરિયાદો મળી હતી.

વિતેલા વરષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં, ગુગલને કોપીરાઈટ ઉલ્લંઘન સહિત વાંધાજનક સામગ્રી સંબંધિત વપરાશકર્તાઓ તરફથી 31 હજાર 497 ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે, ગૂગલે 94 હજાર 173 વાંધાજનક સામગ્રી દૂર કરી. આ સિવાય ડિસેમ્બરમાં ઓટોમેટિક મોનિટરિંગ દ્વારા 4 લાખથી વધુ સામગ્રીઓ પણ દૂર કરવામાં આવી હતી.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને ભારતમાં વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી ડિસેમ્બર મહિનામાં 31 હજાર 497 ફરિયાદો મળી છે. ફરિયાદો પછી કાર્યવાહી કરતા, કંપનીએ વિવિધ શ્રેણીઓમાં 94 હજાર 173 વાંધાજનક સામગ્રી પર કાર્યવાહી કરી, જેમાં કોપીરાઇટ ઉલ્લંઘન માટે 93 હજારા 693 સામગ્રીનો સમાવેશ થાય છે.