Site icon Revoi.in

ફેસબુકનો ફેક એકાઉન્ટ્સ પર પ્રહાર, કોંગ્રેસ સાથે સંલગ્ન 687 પૃષ્ઠો હટાવ્યા

Social Share

લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાનમાં હવે થોડાક દિવસો જ બાકી છે. તેની વચ્ચે ફેસબુકે કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા 687 પેઈજને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સોમવારે સોશયલ મીડિયા કંપનીએ કહ્યુ છે કે અપ્રામાણિક વ્યવહારને કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે સંલગ્ન આ પેઈજીસને હટાવવામાં આવ્યા છે. ફેસબુકે કદાચ પહેલીવાર આવા પ્રકારની કાર્યવાહી કરી છે કે જ્યારે કોઈ મોટી રાજકીય પાર્ટી સાથે સંલગ્ન પેઈજીસને હટાવવામાં આવ્યા છે. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પૃષ્ઠોને તેમા પ્રકાશિત સામગ્રીના સ્થાને તેમના ઈનઓથેન્ટિક બિહેવિયર એટલે કે અપ્રામાણિક વર્તનને કારણે હટાવ્યા છે.

ભારતમાં દુનિયાના સૌથી વધુ 30 કરોડ ફેસબુક યૂઝ છે. ફેસબુકે કહ્યુ છેકે તેમણે પોતાની તપાસમાં જોયું છે કે લોકોએ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા અને અલગ-અળગ ગ્રુપ્સ સાથે જોડાઈને કન્ટેન્ટને ફેલાવ્યું અને લોકોની વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. ફેસબુકે કહ્યું છે કે આ ફેક પૃષ્ઠોમાં લોકલ ન્યૂઝ સિવાય મુખ્ય વિપક્ષી દળ ભાજપ અને પીએમ મોદીની ટીકા પણ કરવામાં આવતી હતી.

ફેસબુકના સાઈબર સિક્યોરિટી પોલિસીના પ્રમુખ નાથનેલ ગ્લેચિયરે કહ્યુ છે કે લોકોએ પોતાની ઓળખને છૂપાવની આ કામ કરવાની કોશિશ કરી છે. પરંતુ અમે પોતાની તપાસમાં જોયું કે આવા પૃષ્ઠો કોંગ્રેસના આઈટી સેલ  સાથે સંલગ્ન લોકો સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યુ છે કે આ એકાઉન્ટ્સને કન્ટેન્ટ નહીં, પણ અપ્રમાણિક વ્યવહારને કારણે હટાવાઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને 23 મેના રોજ પરિણામોનું એલાન થવું છે. ફેસબુકે હટાવવામાં આવેલા પૃષ્ઠોના બે સેમ્પલ પણ રજૂ કર્યા છે. જેમા પીએમ મોદીની કોશિશોની ટીકા કરવામાં આવી છે અને કોંગ્રેસ તથા તેમના અધ્યક્ષ રાહુલ ગાંધીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.

પાકિસ્તાની સેના સાથે સંલગ્ન 103 પૃષ્ઠો પણ હટાવાયા

ફેસબુકે કહ્યું છે કે તેણે પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ સાથે જોડાયેલા 103 પૃષ્ઠોને પણ હટાવવાનો નિર્ણય કર્યો છે. આનું સંચાલન પાકિસ્તાનથી જ થતું હતું. દુનિયાભરની ઘણી ઓથોરિટીઝે ફેસબુક પર રાજકીય ફાયદા માટે નકલી જાણકારીઓ ફેલાવનારા એકાઉન્ટ્સ પર એક્શન લેવા માટે દબાણ બનાવ્યું હતું.