- ફેસબુક સ્માર્ટ વોચને કરશે લોન્ચ
- એપલ સ્માર્ટવોચને આપશે ટક્કર
- ફેસબુક તેની ઓપરેટિંગ સિસ્ટમ પર કરી રહ્યું છે કામ
સોશિયલ મીડિયા કંપની ફેસબુક હવે લોકોને એકબીજા સાથે જોડવાની અને ફીટનેસની સંભાળ લેવાની તૈયારી કરી રહી છે. ફેસબુક હવે સ્માર્ટ વોચને માર્કેટમાં લાવવા માટે તૈયાર છે. અને એક એવા સ્માર્ટવોચ પર કામ કરી રહ્યું છે, જેમાં ફીટનેસ ટ્રેકર ફીચર સાથો-સાથ મેસેજ મોકલવાની પણ સુવિધા હશે.
એપલ સ્માર્ટવોચ સાથે થશે ટક્કર
ફેસબુકના સ્માર્ટવોચના આગમન પછી એપલની સ્માર્ટવોચને જોરદારની ટક્કર મળી શકે છે. ફેસબુકની સ્માર્ટવોચ એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ પર સંચાલિત હશે. અને આવતા વર્ષથી તેનું વેચાણ શરૂ થઈ શકે છે. રિપોર્ટ મુજબ ફેસબુક પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પર પણ કામ કરી રહ્યું છે.
સ્માર્ટવોચમાં શું સુવિધાઓ હોઈ શકે છે?
ફેસબુકના સ્માર્ટવોચનું ડાયલ સર્ક્યુલર થશે અને તેમાં સેલુલર કનેક્શન હશે, જેની મદદથી યુઝર્સ મેસેજ મોકલી શકશે. સ્માર્ટવોચમાં હેલ્થ અને ફિટનેસ ફીચર્સ તો મળશે જ આ સાથે જ સંભવ છે કે,યુઝર્સને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી ફીચર્સ આ સ્માર્ટવોચ સાથે મેળવી શકે.
માર્કેટમાં સ્માર્ટવોચ ક્યારે આવશે ?
અહેવાલો મુજબ,ફેસબુક આગામી વર્ષે તેના સ્માર્ટવોચનું વેચાણ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે કંપની વર્ષ 2023 સુધીમાં તેના વિયરેબલ ડિવાઇસની બીજી પેઢીને બજારમાં લાવવાની યોજના બનાવી રહી છે.
-દેવાંશી