Site icon Revoi.in

ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક,આપી આ મોટી ચેતવણી

Social Share

દિલ્લી: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ ખેંચતાણ શરૂ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર હોબાળો મચાવ્યો હતો. જે પછી પરિસરને ‘લોકડાઉન’ કરવામાં આવ્યું. કેપિટલની અંદર આ ઘોષણા કરવામાં આવી હતી કે, બાહ્ય સુરક્ષાના જોખમોને લીધે કોઈ પણ વ્યક્તિ કેપિટોલ સંકુલની બહાર અથવા અંદર જઈ શકશે નહીં.

બીજી બાજુ ટ્વિટરે ટ્રમ્પના કેટલાક ટવિટસને હટાવવાની સાથે 12 કલાક માટે તેનું હેંડલ સસ્પેન્ડ કર્યું છે. ટ્વિટરની આ કાર્યવાહી બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ 24 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો.

ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના હેંડલને બ્લોક કરવા પાછળ નાગરિક અખંડિતતાના નિયમનો ઉલ્લેખ કર્યો છે. ટવિટરે કહ્યું છે કે, જો ટ્રમ્પ તેમના ત્રણ ટ્વિટસને ડિલીટ નહીં કરે તો તેમનું એકાઉન્ટ 12 કલાક પછી પણ સ્થગિત રહેશે. ભવિષ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ટ્વિટરનાં નિયમોના ઉલ્લંઘન માટે કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

હંગામો મચાવતા સમયે કેપિટોલની અંદર એવી જાહેરાત કરવામાં આવી હતી કે, બાહ્ય સુરક્ષાના જોખમોને લીધે કોઈ પણ વ્યક્તિ કેપિટોલ પરિસરની બહાર અથવા તેની અંદર જઇ શકશે નહીં. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનની જીતને પ્રમાણિત કરવા માટે ધારાસભ્યો સંસદના સંયુક્ત સત્ર માટે રાજધાનીની અંદર બેઠા હતા, ત્યારે પોલીસે તેની અંદર સુરક્ષાનો ભંગ જાહેર કર્યો હતો.

-દેવાંશી