ફેસબુકની પેરરરેન્ટ કંપની મેટા એ ફરી 10 હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢ્યા
- ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાની કાર્યવાહી
- 10 હજાર કર્મચારીઓને નોકરીમાં થી કાઢ્યા
દિલ્હીઃ- ફેસબૂતની પેરેન્ટ કંપનીએ થોડા વખત પહેલા પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે ફરી એક વખત કંપની દ્રારા હજારો કર્મચારીઓની છટણીનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતગ્રત હજારો કર્મીઓએ નોકરીમાંથી હાથઘોવાનો વખત આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાના કર્મચારીઓને એક મેઈલમાં કહ્યું છે કે, અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું હતું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.
આ પહેલા પણ ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ગયા વર્ષે નવેમ્બરમાં લગભગ 11,000 લોકોની છટણી કરી હતી. કંપનીના ઈતિહાસમાં તે સૌથી મોટી છટણી હતી. સપ્ટેમ્બરના અંતમાં કંપનીએ કહ્યું હતું કે મેટામાં કુલ 87 હજાર કર્મચારીઓ કામ કરે છે.ત્યારે ફરી આ કર્મીઓમાંથઈ 10 હજાર લોકો નોકરી વગરના થવા જઈ રહ્યા છે.
મેટામાં આ છટણીને કંપનીમાં ચાલી રહેલા પુનર્ગઠન સાથે જોડવામાં આવી રહી છે. કંપની તેના સંગઠન માળખામાં મોટા ફેરફારો કરી રહી છે તેમજ ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરી રહી છે. આ સિવાય કંપની હાયરિંગમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. મેટામાં 10,000 કર્મચારીઓની છટણીના સમાચાર બાદ મેટાના સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મેટાના શેરમાં પ્રી-માર્કેટ ઓપનિંગમાં 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.