Site icon Revoi.in

પપૈયાથી આ રીતે ઘરે કરી શકાય છે ફેશિયલ, સ્કીનમાં આવશે ગ્લો

Social Share

ફેશિયલ મોટાભાગે પાર્લરમાં કરવામાં આવે છે પણ જો તમે પાર્લરમાં પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે ઘરે પપૈયા ફેશિયલ કરી શકો છો. પપૈયામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તે સ્કિનને સુધારવામાં મદદ કરે છે. સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ વિશે વાત કરીએ તો, પપૈયાથી સ્કિનને સાફ અને સ્ક્રબ કર્યા પછી, પપૈયાનું ફેસ માસ્ક લગાવવામાં આવે છે.
• સ્કિનને સાફ કરો
પપૈયાથી ચહેરો સાફ કરવા માટે સૌથી પહેલા એક ચમચી પીસેલું પપૈયું લો અને તેમાં 2 ચમચી દૂધ મિક્ષ કરો. પાણીથી ચહેરો ધોયા બાદ આ તૈયાર કરેલું ક્લીંઝર ચહેરા પર લગાવો અને ચહેરો સાફ કરી લો. આ મિશ્રણને ચહેરા પર 3 થી 4 મિનિટ સુધી ઘસ્યા પછી, ચહેરાને પાણીથી ધોઈ લો અને તેને સારી રીતે સાફ કરો.
• પપૈયાથી સ્ક્રબ કરો
ચહેરાને સ્ક્રબ કરવાથી સ્કીન એક્સફોલિયેટ થઈ જાય છે. જ્યારે સ્કીનને એક્સ્ફોલિએટ કરવામાં આવે છે, ત્યારે ચહેરા પરથી ડેડ સ્કીનના કોષો દૂર થાય છે. બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને ત્વચાની સપાટી પર જમા થયેલી ગંદકી દૂર કરવા માટે ચહેરાને પણ સ્ક્રબ કરવામાં આવે છે. પપૈયાનું સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ અને પપૈયાની પ્યુરી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફેસ પર લગાવો અને આંગળીઓથી ઘસવાનું ચાલુ કરો. આ સ્ક્રબને સ્કિનના દરેક ખૂણે સુધી ઘસો અને પછી ફેસ ધોઈ લો. તમારો ફેસ પહેલા કરતા ઘણુ ચોખ્ખું દેખાશે અને તમે ફ્રેશ પણ ફીલ કરશો.
• પપૈયાનુ ફેસ માસ્ક
ફેશિયલનું આગળનું પગલું ચહેરા પર ફેસ માસ્ક લગાવવાનું છે. પપૈયાથી ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી પપૈયાની પેસ્ટ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. તૈયાર છે પપૈયાનો ફેસ માસ્ક. આ ફેસ માસ્કને ફેસ પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ ફેસ ધોઈ લો અને સાફ કરો. સ્કિનમાં ગ્લો આવે છે અને સ્કિન પણ મુલાયમ બને છે.