Site icon Revoi.in

વડનગર GMERS હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પાણીના કૂલર, એર કૂલરની સગવડ કરાઈ

Social Share

અમદાવાદ: વડનગર ખાતે આવેલી જીમર્સ સિવિલ હોસ્પિટલ વડનગર , વિસનગર ખેરાલુ, સતલાસણાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. આ હોસ્પિટલની સેવાને કારણે અહીંના દર્દીઓને હવે મહેસાણા કે અમદાવાદ જવાની જગ્યાએ ઘર આંગણે સારી સારવાર મળી રહી છે.

આ હોસ્પિટલ માં ડૉ.હરસિદ્ધ પટેલનાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ બન્યા પછી હોસ્પિટલની સેવાઓ દર્દીઓ માટે સારી બની રહી છે.અત્યારની કાળજાળ ગરમીથી દર્દીઓને રાહત અપાવવા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.હરસિદ્ધ પટેલે હોસ્પિટલમાં જુદી જુદી જગ્યા એ 17-18 એર કૂલર નખાવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને તેમના સગાઓને ચોખ્ખું અને ઠંડુ પાણી મળી રહે તે માટે પણ જુદી જુદી જગ્યાએએ 4 નવા આર.ઓ. મશીન અને 7 ઠંડા પાણીનાં કૂલર નાંખવામાં આવ્યા છે.

ડૉ.હરસિદ્ધ પટેલે જણાવ્યું કે, કોઈ પણ દર્દીને તેના સગાને ગરમીમાં કોઈ તકલીફ ના પડે તે માટે અમે આ પ્રયત્ન કર્યો છે. વધુમાં એ પણ જણાવ્યું કે આવતા મહિનાથી એટલે કે જૂન મહિનાથી દર મહિને એક વખત જુદા જુદા વિભાગના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં મહેસાણા કલેકટર અને નગરજનો દ્વારા મહિનાના ત્રીજા શુક્રવારે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો ઉપરાંત કર્મચારીઓ રકતદાન કરે છે. આ બ્લડનો ઉપયોગ પ્રસુતિ સમયે માતાને લોહીની જરૂર પડે ત્યારે માતાને ચઢાવવામાં આવે છે. જેથી પ્રસુતિ સમયે માતાના મૃત્યુની ઘટનામાં ઘટાડો થયો છે.