નવી દિલ્હીઃ આર્થિક પરિસ્થિતિથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને તેના સાથી દેશ પાસેથી 24 હજાર કરોડ રૂપિયાની મદદ મળવા જઈ રહી છે. એવો અંદાજ છે કે આ મદદ બે અઠવાડિયામાં મળી જશે. તેમ પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનનો વિદેશી ભંડાર રૂ. 61,000 કરોડ સુધી પહોંચી ગયો છે, જેને ભાગીદાર દેશની મદદથી વધારીને રૂ. 24,000 કરોડ કરવામાં આવશે. જો કે ડારે ભાગીદાર દેશનું નામ જાહેર કર્યું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ પોતાના ઈન્ટરવ્યુમાં આઈએમએફ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે IMF પર લોન સમીક્ષામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ડારે વધુમાં કહ્યું હતું કે, જરૂરી પ્રક્રિયા પૂરી થયા પછી પણ સમીક્ષામાં વિલંબ થઈ રહ્યો છે, તેનો કોઈ અર્થ નથી. તેણે એમ પણ કહ્યું કે, હવે તેને કોઈ ફરક નથી પડતો, તે ભીખ માંગવા માંગતો નથી.વાસ્તવમાં, નાદાર જાહેર થયા બાદ પાકિસ્તાનને IMF તરફથી 48,000 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ આપવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે 8 હજાર કરોડ રૂપિયા ઉમેરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થયું છે. તેમજ દેશમાં વિકાસ અને લોકોની જરૂરિયાને ધ્યાનમાં રાખીને સરકાર દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાનમાં તાજેતરમાં જ આવેલા પૂરને પગલે ભારે નુકશાન થયું હતું. જો કે, આ મુશ્કેલીના સમયમાં અન્ય દેશોએ પાકિસ્તાનને મદદ પુરી પાડી હતી. એટલું જ નહીં ભારતે પણ મદદ માટે તૈયારીઓ દર્શાવી હતી.