Site icon Revoi.in

માઈગ્રેઈનની સમસ્યા છે? તો વાંચો આ માહિતી, થઈ શકે છે તેમને મદદરૂપ

Social Share

કેટલાક લોકો કે જે કોમ્પ્યુટરની સામે બેસીને લાંબો સમય કામ કરતા હોય છે અથવા અન્ય કામ કરતા હોય છે ત્યારે તેમને માઈગ્રેઈનની સમસ્યા હોય છે. પણ આ લોકો માઈગ્રેઈનને ગંભીરતાથી લેતા હોતા નથી અને પછીથી તે વધારે નુક્સાન કરતી હોય છે. માઈગ્રેઈનમાં સામાન્ય રીતે આ દુખાવો કાન કે પછી આંખની પાછળના ભાગમાં થતો હોય છે. આના કારણે કેટલાક લોકોની જોવાની ક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે.

માઈગ્રેઈન એક આનુવંશિક બીમારી છે જે ખાનપાન, વાતાવરણના બદલાવ, તણાવ કે ક્યારેય વધારે સમય સુવાથી પણ થઈ શકે છે, અને આને દૂર કરવા માટે બાયોફિડબેક, યોગ, એક્યુપ્રેશન અને નિયમિત કસરતથી માઇગ્રેનથી મુક્તિ મળી શકે છે.

જો કોઈ વ્યક્તિ માઇગ્રેઇનથી પિડાતા હોય તો તે લોકોએ સૌથી પહેલા તો ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. આ સિવાય ભોજન અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને પણ રાહત મેળવી શકો છો. જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં આરામ મળશે.

આ ઉપરાંત દરરોજ સવારે ખાલી પેટ થોડો ગોળ મોઢામાં રાખો અને ઓગળે એટલે ઠંડા દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેનના દુખાવામાં આરામ મળે છે.