નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે. એટલું જ નહીં જરૂરીયાતની દવાઓની અછત ઉભી થઈ છે. દરમિયાન ભારતે જરૂરી દવાઓ પુરી પાડવા માટે ચીન સામે મદદનો હાથ લંબાવ્યો છે.
ચીનમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે હાલ ચીનમાં તાવની દવાઓ અને વાયરસ પરિક્ષણની કિટની અછત ઉભી થઈ છે. ઈબ્રુપ્રોફેન અને પેરાસિટામોલ દવાની હાલ ભારે અછત છે. આ વચ્ચે તમામ કળવાહશને ભુલાવીને ભારતે વિસ્તારવાદી ચીનને કોરોનાની સામે લડવા જરૂરી મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. તેમજ જરુરી દવાઓ પુરી પાડવાની તૈયારીઓ દર્શાવી છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, અમે બંને દવાઓની નિકાસ વધારવા તૈયાર છીએ.
Pharmexcilના ચેરપર્સન સાહિલ મુંજાલએ જણાવ્યું હતું કે, ચીનમાંથી બંને દવાઓ અંગે પૂછવામાં આવી રહ્યું છે. ત્યાં બંને દવાઓની કિંમત વધી હોવા છતા દવાની અછત ઉભી થઈ છે. આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં જેનરિક દવાઓનું ઉત્પાદન કરતા દેશોમાં એક છે. તેમજ આ સંકટના સમયમાં ચીનની મદદ માટે તૈયાર છીએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે ચીનની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે. અમે ફાર્મસી ક્ષેત્રે હંમેશા દુનિયાની મદદ માટે આગળ આવ્યાં છીએ, જો કે, આ અંગે દિલ્હી સ્થિત ચીન દૂતાવાસ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.