શ્રીનગરઃ- 1 લી જુલાઈના રોજથી થી અમરનાથયાત્રાનો આરંભ થયા હતો યાત્રાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો દરવર્ષની સરખામણીમાં આ વખતે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું જેને લઈને કોઈ આતંકી ઘટનાને અંજામ ન આપી શકે ત્યારે અમરનાથ યાત્રા પર કાયમ આતંકીઓની નજર હોય છે જો કે આ વખતે સેનાએ આતંકીઓના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાના આતંકવાદીઓના વધુ એક કાવતરાને સુરક્ષા દળોએ સોમવારે નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનથી આતંકીઓની ઘૂસણખોરીનો આ પ્રયાસ નૌશેરાના ઝંગડ સેક્ટરમાં થયો છે. આ સેક્ટરમાં સોમવારે સવારે ત્રણથી ચાર આતંકવાદીઓના એક જૂથે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતે સૈન્યના જવાનોને આ જૂથની ગતિવિધિઓ પહેલાથી જ ખબર પડી ગઈ હતી. આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં પગ મૂકવાની કોશિશ કરતા જ સેનાના જવાનોએ તેમને પડકાર ફેંક્યો અને હથિયારો નીચે મૂકવા કહ્યું.