- જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
- 2 આતંકીઓ ઠાર મરાયા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત ભારતીય સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પૂંચ જિલ્લામાં એલઓસી સાથે બાલાકોટ સેક્ટરમાં, સુરક્ષા દળોએ રવિવારે સવારે બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી મળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ત્યારે હવે હજુ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આ ઘટનાને લઈને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને ગઈકાલે સાંજે બાલાકોટ સેક્ટરના આગળના ગામમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. આજે સવારે જ્યારે સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ડાંગરી ગામમાં 1 અને 2 જાન્યુઆરીએ આતંકવાદીઓના હુમલામાં 7 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. 1 જાન્યુઆરીએ, આતંકવાદીઓએ એક ખાસ સમુદાયના સભ્યોના ઘરો પર ગોળીબાર કર્યો હતો,