- જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ
- સેનાએ એક આતંકીને કર્યો ઢેર
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નર હોય છએ અહી સતત તેઓ શઆંતિ ભંગ કરવાના પ્રયત્નામાં લાગેલા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓ પણ પાણી ફેરવવા તત્પર હોય છે ત્યારે સેનાએ આજે ફરી જમ્મુ કાશ્મીરના પૂછ વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પૂંછ જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ કરતા સેનાના જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે.
મળતી જાણકારી અનુસાર પૂંછના શાહપુર સેક્ટરમાં લગભગ 2.15 વાગ્યે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ભારતીય બાજુમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એલઓસીની રક્ષા કરી રહેલા સૈન્યના જવાનોએ ઘૂસણખોરોને અટકાવી તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આ ઘટનાને પગલે લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે સૈનિકોએ શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પૂંછમાં એલઓસી પર સરહદ વાડની નજીક ઘૂસણખોરોની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ત્યાર બાદ ઓપરેશન દરમિયાન ફાયરિંગ સ્થળેથી ક લાશ મળી આવી હતી અને અન્ય ઘુસણખોરો જંગલમાં ભાગી ગયા હતા.ત્યાર બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
સેનાને ઘેરાયેલા વિસ્તારમાં વધુ બે પાકિસ્તાની ઘૂસણખોરોની હાજરીની શંકા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનમાં અંકુશ રેખાની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનના ફોરવર્ડ ફોર્મેશન્સની મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.