Site icon Revoi.in

વિમાનયાત્રીઓ હવે ચેતી જજો – જો કોરોનાના નિયમોનો ભંગ કરશો તો કાનૂની કાર્યવાહી સહીત યાત્રા પર આજીવન પ્રતિબંઘ લાગી શકે છે

Social Share

દિલ્હી – દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે, તમામ રાજ્યો પહેલેથી જ કોરોનાને રોકવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, જો કોઈ યાત્રી મુસાફરી દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરશે નહીં, તો એરલાઇન્સ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં, જુદા જુદા વિમાનમાંથી 8 લોકોને ઉતારવામાં આવ્યા છે, જે કોવિડ -19 ના નિયમોનું પાલન કરતા ન હતા. આ તમામ મુસાફરોએ માસ્ક અને પીપીઈ કિટ પહેરવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ એરલાઇન્સ કોરોનાના નિયમ ન માનનારા આઠ કેસ બન્યા છે

સિવિલ એવિએશનના મહાનિર્દેશકના જણાવ્યા મુજબ , જો કોઈ મુસાફર નિયમનો ભંગ કરે છે, તો બે વર્ષ સુધી તેની યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે જો મુસાફરો વારંવાર અપીલ કર્યા પછી પણ નિયમોનું પાલન નહીં કરે તો તેઓને બેકાબૂ યાત્રીઓની કેટેગરીમાં રાખવામાં આવશે, આવા લોકો પર વધુ પ્રતિબંધ લગાવી શકાશે. ડીજીસીએના આદેશ મુજબ, જો કોઈ મુસાફર વારંવાર અપીલ કર્યા પછી પણ નિયમનું પાલન ન કરે, તો તેઓ પરત્રણ મહિનાથી લઈને લાઈફ ટાઈમ માટે વિમાન યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ડીજીસીએના વડા અરુણ કુમારે તમામ એરપોર્ટ પર અચાનક નિરીક્ષણનો આદેશ આપ્યો છે. તેના આધારે, તે જોવામાં આવશે કે કંપનીઓ અને મુસાફરો દ્વારા કોરોના નિયમોનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે ગયા અઠવાડિયે આ આદેશ જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે જો કોઈ મુસાફર વિમાનમાં માસ્ક, પીપીઈ કીટ પહેરવાનો ઇનકાર કરે છે અથવા સામાજિક અંતરને અનુસરશે નહીં, તો તે ને વિમાનમાંથી ઉઇતારી દેવામાં આવશે, આ સાથે જ આ પ્રકારના મુસાફરો સામે કાયદાકીય કાર્યવાહી પણ એરલાઈન્સ દ્રારા કરવામાં આવશે.

સાહિન-