Site icon Revoi.in

અમદાવાદમાં વિવેકાનંદ બસસ્ટેન્ડ નજીક 7500ની માગણી કરનારો નકલી પોલીસ પકડાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવતી ગેન્ગ ફરીવાર સ્રકિય થઈ છે. શહેરમાં હાથીજણ સર્કલ પાસે પારિકિંગમાં ઉઘરાણીના આવેલા રૂપિયા ગણી રહેલા વિશાલ નામના યુવકને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને આ બન હિસાબી નાણા હોવાથી ખૂલાશો કરવા માટે પોલીસ સ્ટેશન આવવું પડશે, અને આ ઝંઝટમાંથી મુક્ત થવા રૂપિયા 7500ની માગણી કરી હતી. ત્યાર બાદ વિશાલે કાકલૂદી કરતા 4500 આપવાનું નક્કી થયું હતું. વિશાલે ફોન કરીને રૂપિયા લઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે નકલી પોલીસનો ફોન આવતા વિશાલે તેને વિવેકાનંદ બસ સ્ટેન્ડ નજીક રૂપિયા લેવા આવવાનું જણાવ્યું હતું. આ અંગે અસલી પોલીસને જાણ કરી હતી. દરમિયાન રૂપિયા લેવા માટે આવેલો નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે પાર્કિંગમાં બિઝનેસની ઉઘરાણીના પૈસા ગણતાં ગેરતપુરના યુવાન અને પડોશી યુવતી પાસેથી ડુપ્લીકેટ પોલીસે 7500 માગતા યુવાને કુનેહથી વિવેકાનંદ નગરની અસલી પોલીસને કોલ કરી બોલાવતાં ડુપ્લીકેટ પોલીસને રંગે હાથ ઝડપાયો હતો. દસક્રોઈના ગેરતપુરમાં રહેતો યુવાન વિશાલ મારવાડી ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરે છે. 1 મહિના પહેલા વિશાલ પડોશમાં રહેતી યુવતી તનીશાને પોતાની બાઇક પર બેસાડી ઉઘરાણી માટે હાથીજણ સર્કલ પાસેની રાધે કોમ્પ્લેક્ષમાં ગયા હતા. જ્યાંથી ઉઘરાણીના નાણા લઈ વિશાલ અને તનીશા પાર્કિંગમાં ઊભા રહીને નોટોની ગણતરી કરતા હતા. તે દરમિયાન 1 યુવાન તેઓની પાસે આવ્યો હતો અને વિશાલને કહેવા લાગેલો કે હું રામોલ પોલીસ સ્ટેશનથી આવું છું તમો રૂપિયા લઈ છોકરીઓના ધંધા કરાવો છો. વિશાલે કહ્યું મારા બિઝનેસના ઉઘરાણીના પૈસા ગણીએ છીએ. તારું નામ શું છે પૂછતા નામ જણાવવાને બદલે જેમફાવે તેમ બોલવા લાગ્યો હતો. નકલી પોલીસે વિશાલને કેસ કરવાની ધમકી આપી હતી. પોલીસ કેસ કરવો ના હોય તો 7500 આપવા પડશે. આથી ગભરાઈ ગયેલા વિશાલે કાકલૂદી કરતા આખરે 4500 આપવા વાયદો કર્યો હતો. ત્યારબાદ 4500 માટે નકલી પોલીસ અવારનવાર ફોન કરતો હતો. આથી વિશાલને શંકા ગઈ હતી. અસલી પોલીસ આમ કરે નહીં. ડુપ્લિકેટ પોલીસ હોવાનું લાગતા 9 નવેમ્બરે ફોન કરી વિવેકાનંદ નગર બસ સ્ટેન્ડે આવી પૈસા લઈ જવા કહ્યું હતુ. દરમિયાન યુવાન પૈસા લેવા આવતાં વિવેકાનંદ નગર પોલીસને બોલાવી પૈસાની માગણી કરનારા યુવાનને પકડી લઈ પૂછપરછ કરતાં નિખિલ બાબુભાઇ પરમાર નામ જણાવ્યું હતુ.આમ પોલીસે નિખિલ પરમારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.