સુરતના ઓલપાડમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું, ત્રણ શખસની ધરપકડ
સુરતઃ શહેરના ઓલપાડમાં પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતુ. શહેરના ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઓલપાડ વિસ્તારમાં નકલી ધી બનાવવામાં આવી રહ્યાની પોલીસને માહિતી મળી હતી,આથી ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા રોયલ પાર્ક સોસાયટીની અંદર આવેલા ઘરમાં. પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહી દરોડો પાડીને શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5, 68 લાખનો મુદામાલ જપ્ત કરીને પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી શરુ કરી છે. તેમજ ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને ફૂડ વિભાગ દ્વારા પણ જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા રોયલ પાર્ક સોસાયટીની અંદર આવેલા એક ઘરમાં કારખાનું બનાવીને મોટા પાયે નકલી ઘી બનાવવામાં આવતું હતું. અને અસલી દેશી ગાય નું ઘી કહી નકલી ઘી વેચવામાં આવી રહ્યું હતું. ઘીને અલગ અલગ સાઈઝ અને વજનના ડબ્બામાં પેક કરી વેચવામાં આવતું હતું. આમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. શહેરના ફરસાણ અને મીંઠાઈના વેપારીઓને પણ નકલી ઘી અસલી કહીને સસ્તા ભાવે વેચવામાં આવતું હતું. ફુડ વિભાગે પણ સેમ્પલો મેળવીને તપાસ હાથ ધરી છે. (file photo)