સુરતઃ ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બુધવારે પનીરનો 230 કિલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો. ત્યારે ગુરૂવારે રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવતું કારખાનું પકડાયું હતું. મ્યુનિ.કોર્પોરેશના હેલ્થ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યો હતો.વનસ્પતિ ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવામાં આવતું હતું. શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
શહેરમાં મ્યુનિ કોર્પોરેશનના અધિકારીઓએ રાંદેર ઝોનના ગોગા ચોક વિસ્તારમાં નકલી ઘી બનાવવાનું કારખાનું પકડ્યુ હતુ. કારખાનામાં તપાસ કરતા વનસ્પતિ ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવામાં આવતું હતું. શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ઘીના નમુના લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા છે. એનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
એસએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના રાંદેર ઝોનમાં ગોગા ચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની બાતમી પાલિકાને મળી હતી. આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું. આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત તમામ ધીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા.
મ્યુનિ.ના આરોગ્ય વિભાગે 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. મહિનાઓથી કારખાનામાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યુ છે. લેબનો રિપોર્ટ મળ્યા બાદ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવશે. જોકે જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસ આરોપીની અટકાયત કરી હતી. આ આરોપીએ ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો બતાવીને બનાવટી ઘી બનાવી દીધું હતું.